Friday, 24 August 2012

ગુજરાતી શાયરી સંગ્રહ – Gujarati Shayari

આઝાદી…

લોકશાહીમાં લોલમ લોલ ચાલે છે,
જેવા તેવા માણસો મહેલોમાં મહાલે છે.

તમે બાબા-કથાકાર-ધર્મગુરુ બનો,
તો ધંધો તમારો ધમધોકાર ચાલે છે.

કાયદા ઘણા છે પણ પલાવનાર ક્યાં?
ભ્રષ્ટાચારનો ભોરીંગ મસ્તીથી ચાલે છે.

કુદરતી ન્યાયનો સિદ્ધાંત માત્ર કાગળમાં,
મરી જાય માણસ ત્યાં સુધી કેસ ચાલે છે.

બલિદાન એળે ગયા નામી-અનામીના,
ઠગ-ધુતારથી આ દેશ ચાલે છે.

  ***********

અખલા…

ખેતર ભેળવી નાખ્યું ને આખલા ચરી ગયા,
ખેડું બિચારા મેહનત કરીને મરી ગયા.

હવે વાડો કરવાથી શું વળે કહો,
કરનાર તો ક્યારનું કરી ગયા.

કેવો જમાનો આવ્યો છે જુઓ તો ખરા,
સાચા ડૂબી ગયા ને ખોટા તરી ગયા.

મહત્વાકાંક્ષી ઈન્સાનનો કોઈ ભાવ ના પૂછે,
જેવા તેવા માણસોના નસીબ ફરી ગયા.

  ************

માનવ ધર્મ.

રામ કહો કે રહીમ શું ફેર પડે છે?
ગીતા કહો કે કુરાન શું ફેર પડે છે?
હિંદુ,મુસલમાન,શીખ, ઈસાઈ એક છે બધા,
માનવ ધર્મ માટે શું ફેર પડે છે?

  ************

દરિયો….

એવી રીતે પણ સંકોચાય દરિયો,
એક પરપોટામાં પછી સમય દરિયો.
કોણ જાણે શું અચાનક યાદ આવે,
કિનારે આવી પાછો વળી જાય દરિયો.
ક્ષિતિજોની ફ્રેમમાં મઢાઈ જાય પછી,
ઘરની દીવાલ પર લહેરાય દરિયો.
તો પછી રણના રણ ઉપસી આવે,
જરાક આઘો ખસી જાય દરિયો.
ભીનાશ પણ હવે ક્યાંથી રહે કહો,
રોજ એક સૂરજ પી જાય દરિયો.

  ***********

બોલ

ના બોલ કદી એવા બોલ,
કે બીજાના દિલમાં વાગે દુઃખના ઢોલ,
બોલ હમેશા સારા બોલ,
તેનાથી બીજાને મળનારી ખુશી તો છે અનમોલ…………..

  ************

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી

પ્રેમ રોગ એવો જેનું કોઈ નિવારણ નથી;
લાગણી છે એક જેનું કોઈ બંધારણ નથી.
દર્દ દિલમાં વસાવ્યું છે એક મનગમતું;
દરદ-એ-દિલનું દોસ્ત, કોઈ મારણ નથી.
આંખ ક્યારેક છલકાય છે અમસ્તી દોસ્ત;
બાકી આમ તો રડવાનું કોઈ કારણ નથી.
યાદ કરતો રહું હું તો એમને નિશદિન;
દોસ્ત, જેને મારું જરા ય સંભારણ નથી.
ક્યારેક તો પાંગરશે પ્યાર એને મારા માટે;
દિલ છે એનું, કોઈ અફાટ કોરું રણ નથી.
બુકાની બાંધીને મળ્યા રાખે સૌ જાણીતા;
તારા આ શહેરમાં કોઈ અજાણ્યું જણ નથી.
બંધ મૂઠ્ઠીએ આવ્યો હતો હું આ જગતમાં;
ખાલી હાથે જઈશ, મારે કોઈ ભારણ નથી.
ક્યાં સુધી લખતો રહેશે નટવર તું નાહક?
સમાય શબ્દોમાં એવું જિંદગીનું તારણ નથી

  **************

સ્વતંત્રતા દિવસ

આઝાદ દેશની ગુલામીમાંથી છૂટવા,
મુક્તિરૂપી જ્યોત સળગવી જોઈએ,
મારા દિલમાં પણ અને તારા દિલમાં પણ,

હોય કોઈ ભ્રષ્ટાચારી કે કરે કોઈ રિશવતખોરી,
બગાવતરૂપી જ્યોત સળગવી જોઈએ,
મારા દિલમાં પણ અને તારા દિલમાં પણ,

સર્જાય કોઈ માનવસર્જિત આફત કે થાય કોઈ કુદરતી હોનારત,
એકતારૂપી જ્યોત સળગવી જોઈએ,
મારા દિલમાં પણ અને તારા દિલમાં પણ,

કરે કોઈ આપણું શોષણ કે થાય આપણી સાથે કોઈ ભેળસેળનું દુષણ,
તેનો સામનો કરવા જાગૃતતારૂપી જ્યોત સળગવી જોઈએ,
મારા દિલમાં પણ અને તારા દિલમાં પણ,

કરવો હોય દેશનો વિકાસ કે બનાવવો હોય દેશને દુષણમુક્ત,
તો જોશરૂપી જ્યોત સળગવી જોઈએ,
મારા દિલમાં પણ અને તારા દિલમાં પણ,

જય હિંદ, વંદે માતરમ

  ****************

અધુરી જીંદગી

રહી વાતો અધુરી, રહ્યા અધૂરા સપના.
સાથે રહેવાના જોયા હતા તે ખોટા ઠર્યા,
આ નેનનો દરિયો છલકાય છે તારા વગર,
તારો પ્રેમ પામ્યો હતો સાચા દિલથી.
નહોતી ખબર તૂટશે આ દુનિયા ઝેરથી,
સમય પણ એવો આવ્યો હતો જયારે.
વસન્ત ના વાયરા રેલાય હતા મારા જીવનમાં,
હિલોળા લેતો હતો ઉત્સાહ નો ઓચ્છવ.
નહોતું વિચાર્યું કે હવે વસંતના વાયરા ફરકશે નહિ,
અને રહેશે નવ મારી મધદરિય માં.

 *****************

મિત્રતા…

તમારી યાદ નું પુસ્તક નહી પણ,
એ પુસ્તક માં રહેલું પીછું માંગુ છું,

તમારી મિત્રતા નાં ફૂલો નહી પણ,
એ ફૂલ ની એક પાંદડી માગું છું,

તમારા ગાઢ વિશ્વાસ નો વરસાદ નહિ પણ,
એ વરસાદ નું ફક્ત એક બુંદ માગું છું,

મારે નથી જોઈતી કોઈ અવનવી સૌગતો, બસ,
હું તો સો ડગલાં નો તમારો સાથ માંગું છું…

*****************






















No comments:

Post a Comment