Friday, 24 August 2012

ગુજરાતી શાયરી સંગ્રહ

સંબંધ
સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું
ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું
ઉઠી સવારે કરો એક સંકલ્પ પાકો ક સઘળું ખોવાય મારું પણ
સંબંધ તો હું સાચવી જ રાખું
ને સંબંધ વિના જીવી શું કારસો ને સંબંધ વિના શું મરસો
સંબંધ જ બની ને આવશે પ્રકાશ જયારે અજવાળું થશે ઝાખું .
   ***********************
ઇન્તેઝાર…
ક્યાંક બેસીને મારી રાહ જોતી હશે
મારા પ્રેમ ને તે યાદ કરતી હશે
આવી જતા હશે આંસુ તેની અંખ માં
હવે તો ફક્ત મારા પ્રેમ પર દરેક પલ મરતી હશે ……

અઘરું નથી…
અઘરું નથી કોઈ છોકરીને આપવું દિલ,
અઘરું તો ત્યારે લાગે છે જયારે ભરવા પડે છે એની શોપિંગના બિલ
  ************************
નિર્લેપ ભાવ.
કોઈ સુખ કે દુખ નથી સ્પર્શતા હવે,
કોઈ હર્ષ કે કોઈ શોક નથી સ્પર્શતા હવે.

જંપી ગયા છે જળ બધા મનના સરોવરે,
કોઈ કાંકરી કે પથ્થરે ચલતા નથી હવે.

દ્વૈત શું અદ્વૈત શું ભ્રમણા નથી હવે.
જ્ઞાન શું અજ્ઞાન શું પ્રશ્નો નથી હવે.

શમી ગયા સંબંધ સૌ મારું પરાયું કોઈ નથી,
કોઈ લાગણી કે પ્રેમના વહેતા નથી હવે.

હું જ તું ને તું જ હું તુજમાજ હું વિલીન થયો,
મોક્ષ શું કે જન્મ શું ફેરા નથી રહેતા હવે.

  **********************


રસ્તા.
બળબળતા તડકે સુકાય રસ્તા,
ઝાકળથી રાતે સુકાય રસ્તા.

જુઓ ખીણમાં સામે શિખર પર,
ઘરની બારીએ ડોકાય રસ્તા.

આ નગરનું ટેરવું હાથમાં લઇ,
પૂછો ક્યાં લઇ જાય રસ્તા.

પગના તળીએ લીમ્પાય દિવસભર,
પથારીની કોરે ખંખેરાય રસ્તા.

ડોશીની પરબે પાણી પી ને,
હાશ! કરી જાય રસ્તા.

No comments:

Post a Comment