Friday, 24 August 2012

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ…

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ મિત્રો મારા એક ફ્રેન્ડે મને ઈમેલથી પ્રેમ વિષે એક સરસ મજાની પોસ્ટ મોકલાવી છે. મને… તો એ ખુબજ ગમી, એટલે થયું કે તમારી જોડે પણ શેર કરું.
♥ ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુક ભાવના
♥ ૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ એના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું, છતાય એ રોજ દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે છે.
♥ ૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
♥ ૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક દિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણય લીધો હતો. પણ જયારે પકડાઈ ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.
♥ ૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
♥ ૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારીને મને આપેલી સપ્રાઈઝ ભેટ.
♥ ૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.
♥ ૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.
♥ ૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે બીમારીને લીધે બહુ દિવસથી બેડમાં હોવા છતાં, મને હસાવવા માટે કરેલો વિનોદ.
♥ ૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને છેલ્લો શ્વાસ લેતી વખતે, આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું દીધેલ વચન.

No comments:

Post a Comment