Friday, 24 August 2012

પ્રેમ મહાન પ્રેમ- short story

ઘણા વખત પહેલાની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાના ઘર બનાવીને રહેતા હતા. સુંદરતા, આનંદ , ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ-બાજુ મા રહેતા હતા. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમા પ્રેમ રહેતો હતો.
એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યુ કે તે દિવસે સાંજ સુધીમા ટાપુ ડૂબી જશે. બધીજ લાગણીઓને ગુણો એ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધુ. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. બધાને નવાઈ લાગી પણ સૌ પોતપોતાને રીતે ભાગવાની પેરવીમા હતા ત્યારે અત્યારે કોઈ પ્રેમની પંચાત કરવા ક્યા બેસે ? હકીકતમા પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વ્હાલ હતુ. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માગતો હતો.
જેમજેમ સાંજ પડવા લાગી તેમતેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડુબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ વ્હાલ કર્યુ. એણે જમીનના કણક્ણને વ્હાલથી નવડાવી દીધા. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. પણ હવે ટાપુ પર પાણી વધવા લાગ્યુ. પાણી ઘૂટણ સુધી આવવા લાગ્યા એટલે પ્રેમને થયુ હવે ટાપુ છોડ્વાનો સમય થઈ ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાથી સમૃધ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યુ કે,”બહેન ! તુ મને તારી હોડીમા લઈ જઈશ ? નહિતર હુ હમણા જ ડૂબી જઈશ” સમૃધ્ધિએ પોતાની હોડીમા એક નજર નાખીને કહ્યુ, ” માફ કરજે પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાથી ભરેલી છે. એમા તારા માટે ક્યાય જગ્યા નથી!” આટલુ કહી એ ચાલી નીકળી.
એની પાછળ હોડી લઈ આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી કહ્યુ,” હે સુંદરતા! તુ મને તારી હોડીમા લઈ જઈશ ?” પોતાની જાત પર ને હોડી પર મગરુર સુંદરતાએ કહ્યુ ,”માફ કરજે પ્રેમ પણ તુ એટ્લો ભીનો છે કે મારી આ સુંદર હોડીને તુ બગાડી નાખીશ.મને મારી જાતને કે હોડીને ભીની કરવામા જરા પણ રસ નથી ” એમ કહી સુંદરતા પણ ચાલી ગઈ.
પાણી હવે કેડ સમાણુ થઈ ગયેલુ. ત્યાજ પ્રેમે ઉદાસીનતાને જતા જોઈ. પ્રેમે એને પણ કહ્યુ કે ” મને તારી સાથે લઈ લે. મને બચાવી લે..” પણ ઉદાસી જડ્સુ હતી. એણે કીધુ,” માફ કરી દે પ્રેમ! પણ હુ એટલી બધી ઉદાસ છુ કે તુ મને એકલી જ રહેવા દે.” એ પણ ત્યાથી જતી રહી. ત્યાથી પસાર થઈ રહેલ આનંદતો નાચ-ગાનમા એટલો તો મશગુલ હતો કે એણે તો પ્રેમ ને જોયો પણ નહી ને એનો અવાજ પણ સાંભળ્યો નહી.
પાણી હવે ગળા સુધી આવી ગયુ હતુ. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસ્કો પડ્યો. એ જોર થી રડવા લાગ્યો. ત્યાં જ એક ખૂબ પ્રેમાળ અવાજ આવ્યો ,”પ્રેમ! રડ નહી. ચાલ હુ તને મારી હોડીમા લઈ જઈશ.” પ્રેમે પાછળ વળી જોયુ તો એક વૃધ્ધ માણસ પાછળ હોડી લઈને ઉભો હતો એણે પ્રેમનો હાથ પકડીને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ લગભગ ડૂબવાની તૈયારીમા જ હતો.
અચાનક ઉગરી જવાથી પ્રેમ થોડીવાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી ના શક્યો. પેલા વૃધ્ધે તેને કિનારે ઉતારીને ચાલવા લગ્યો તોન પણ તે કઈ બોલી ના શક્યો. બસ મૂંગા મૂંગા એ વૃધ્ધનો આભાર માન્યો. અચાનક પ્રેમને યાદ આવ્યુ કે ડૂબી જવાની બીકમા ને બચી જવાની ખુશીમા પોતે પેલા વૃધ્ધનુ નામ પૂછવાનુ તો ભૂલી જ ગયો. તે આટલો નાનકડો શિષ્ટાચાર પણ દાખવી ના શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. તે દોડતો જ્ઞાનના ઘરે ગયો. ને એને બધી વાત કરી. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડીવારે આંખ ખોલીને જ્ઞાને કહ્યુ “તને બચાવનાર સમય હતો ! ”
પ્રેમે નવાઈ પામતા પૂછ્યુ, ” હેં જ્ઞાન ! જ્યારે કોઈ કરતા કોઈ મને મદદ કરવા તૈયાર નહોતુ ત્યારે ફક્ત સમયે જ મને કેમ મદદ કરી ?”
જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો, ” કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટ્લો મહાન છે અને એનુ મહત્વ શુ છે

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે…?
….
પાઈલટની પત્ની….હવામાં જ ઊડ્યા કરો તમે….
મિનિસ્ટરની પત્ની….તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….
શિક્ષકની પત્ની….મને નહીં શીખડાવો….
રંગારીની પત્ની….થોબડું રંગી નાખીશ….
ધોબીની પત્ની….બરાબરની ધુલાઈ કરી નાખીશ….
સુથારની પત્ની….ઠોકીને સીધા કરી દઈશ….
તેલના વેપારીની પત્ની…તો તેલ લેવા જાવ….
દરજીની પત્ની….મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….
અભિનેતાની પત્ની….હવે નાટક બંધ કરો….
રેલવે ડ્રાઈવરની પત્ની….આવી ગઈને ગાડી લાઈન પર?….
કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની…તને ડિલીટ કરી નાખીશ…
ડેન્ટિસ્ટની પત્ની….દાંત તોડીને હાથમાં આપી દઈશ…

ગૌરવ કથા ગુજરાતની……..

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.
This is Gujarat

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ…

ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ મિત્રો મારા એક ફ્રેન્ડે મને ઈમેલથી પ્રેમ વિષે એક સરસ મજાની પોસ્ટ મોકલાવી છે. મને… તો એ ખુબજ ગમી, એટલે થયું કે તમારી જોડે પણ શેર કરું.
♥ ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુક ભાવના
♥ ૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ એના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું, છતાય એ રોજ દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે છે.
♥ ૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
♥ ૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક દિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણય લીધો હતો. પણ જયારે પકડાઈ ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.
♥ ૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
♥ ૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારીને મને આપેલી સપ્રાઈઝ ભેટ.
♥ ૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.
♥ ૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.
♥ ૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે બીમારીને લીધે બહુ દિવસથી બેડમાં હોવા છતાં, મને હસાવવા માટે કરેલો વિનોદ.
♥ ૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને છેલ્લો શ્વાસ લેતી વખતે, આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું દીધેલ વચન.

આ ગુજરાત….

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે!
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે?

સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ,
હાટકેશ્વરમાં કે.સી.નો
ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ,
ઓનેસ્ટના
ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના
ફાફડા,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા, સરદાર પટેલ સ્ટેડિયમની
ક્રિષ્ના લસ્સી, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના
કબાબ, રાયપુરના
શ્રી રામના ખમણ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા,
ખોખરાના
ઇડલી ચાર રસ્તાની ઇડલી, નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા, હરિન
પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની
ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના
પરોઠા, લકીની બાજુમાં શશીનુ ચવાણું, વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના
પરોઠા, ઝવેરીવાડના
જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા, જનતાનો કોકો, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા
હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના ફાંફડા,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, એલઆઈસી બિલ્ડિંગની સામે
પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ, રેવડી
બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના
ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
————————————————————————————————————————————————————-
રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય
અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની
હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના
પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા,
બાલાજીની
સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ,
સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા
,
શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ, પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું
ચાપડી-ઉંધીયુ, રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ
કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના
ઢોસા, કોટેચા
ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ, મેટોડા જીઆઈડીસીમાં
બાલાજીના ભજિયા
વડોદરા : દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની
દાબૅલી, શ્રીજીના
વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી,
ન્યાયમંદિર
પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ખમણ,
અલ્કાપૂરીમાં
બોમ્બે સેન્ડવીચ, કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના
વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ, લાલાકાકાના ભજિયા, નાળિયેર પાણીની
સિંગ, ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા
સુરત : રમેશનો સાલમપાક, કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો
લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અઠવા લાઈનના કાકીના
ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી,
અંબાજી
રોડ પર સુરતીના ખમણ,લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ, ભાગર વિસ્તારમાં રામજી
દામોદરનું ભુસ્સુ, ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા, લીમડા ચોકમાં ચેવલીના
ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ, બેગમપુરામાં
મઢીની ખમણી,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા
ભજિયા, ટેક્સટાઇલ
માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના
મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા, મહાલક્ષ્‍મીના ખમણ, મહારાજના
દાળવડા, ભાભીના
ભજિયા,બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા, અક્ષરધામની
ખીચડી, લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ, વૈષ્ણોદેવી પાસે
શિવશક્તિની દાલ-બાટી
અમરેલી : ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી,
હિરાભાઈના
દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ,
શિતલનુ
કોલ્ડપાન
ભૂજ : બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા,
પકવાન
અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ
સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું
પૂરી-શાક, સિકંદરની
સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોઠા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ,
ચેતનાની
દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા,
સૂર્યાના
ભાજી પાંવ, ગોકુલનું સીઝલર, ગોપાલના મસાલા પાંવ
જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા
ગાંઠિયા, જગદિશનો
ફાલુદો, ગીતાનો આઇસ્ક્રિમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા,
લખુભાઈનો
રગડો, ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી
મહેસાણા: સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, પટેલની ખમણી, સ્ટેશનની ચા, રામપુરા
ચોકડીની દાબેલી, ક્રિષ્નાની દાબેલી
બારડોલી : જલારામના પાંતરા, જલારામના ખમણ, જલારામની ખીચડી, મહારાણાના દાણા-ચણા,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ,જેઠાની પાંવભાજી
જેતપુર : વજુગીરી ના ભજીયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના
પેંડા
ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ
આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, યોગેશના ખમણ, સાસુજીનો હાંડવો
દાહોદા : બાદશાહ કૂલ્ફી
ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો
બોટાદ : જેરામભાઈનો ચેવડો
મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના
ભજિયા,ચક્કાના
બ્રેડ બટાટા, જૈનના ખમણ
નવસારી: વિકાસના સમોસા, મામાની પેટીસ
ધારી: કનૈયા ડેરીનો શીખંડ
મહુવા: વરિયાળીનું સરબત
નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા
”ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ”
અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ

કીર્તિ

ગર્વ
જો લોકો તમને નીચે પછાડવાની કોશિશ કરે તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે…… તમે એ બધાની ઉપર છો.



માનસ નું ઝેર
માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.


જીંવન એવું જીવજો…
જીંવન એવું જીવજો કે દુશ્મન પણ તમારા મૃત્યુ પછી રોઈ પડે.


સંઘર્ષ કરતા રહો…
સંઘર્ષ કરતા રહો સફળતા જરૂર મળશે.


ભગવાન નું અમૂલ્ય સર્જન…
ભગવાન નું અમૂલ્ય સર્જન એટલે સ્ત્રી. ખરું ને?
રામાયણ માંથી સીતાજી ને બાદ કરો? કઈ નહિ મળે?
મહાભારત માંથી દ્રોપદી ને બાદ કરો?કઈ નહિ મળે?
શેતા સગાળશાની વાત માંથી તારામતી ને બાદ કરો? કઈ નહિ મળે?
ક્રિષ્ના અવતાર માં કાના ની લીલા માંથી રાધા ને બાદ કરો?કઈ નહિ મળે?
પુસ્તકો નહિ પસ્તી થઇ જશે…..ખરુંને?

જીત…
જીત એ માણસને ક્યારેય મળતી નથી પણ તેને છીનવી લઇને હાસલ કરવામાં આવે છે.


બકરીની જેમ સો વર્ષ…
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે

પીસાતી મહેંદી…
પીસાતી મહેંદી રંગ લાવે છે, ગરમ થતું સોનું આભુષણ બની જાય છે, ટીપાતું તાંબુ તાર બની જાય છે, ટંકાયેલો પત્થર એ પ્રતિમા બની જાય છે.

આ તમામ વસ્ત્વિકાઓ એટલું જ કહે છે કે દુખો , કષ્ટો , અગવડો કે… તકલીફો જીવનની સર્વોત્તમ મૂડી બની શકે છે, જો તેનો આપણને સમ્યક ઉપયોગ આવડી જાય તો..


જે વ્યક્તિ જતું કરવાની…
જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..